Ahmedabad: Friday, June 26, 2020.
રોજ નિજ જેમ જ ઓફિસ નો દિવસ. પણ આજે ઓફિસ ના કામ ન સંદર્ભ એક વ્યક્તિ સાથે થયેલ સંવાદ થી થોડી ડિસ્ટર્બ થઈ. મેં એમને ખુબજ અગત્યની એવી વાત કરી, અને એમણે એવાત સાવ ઝાટકી નાખી... એકદમ રૂક્ષ એવો વ્યવહાર... નિસ્બત વગરનો..
થોડી વાર માટે લાગ્યું કે તેઓ ને કશી પડી ન હોય તો આપણે પણ એવુંજ થવાનું... પણ પછી તરતજ મેં બુદ્ધિ ને "STOP" નો સિગ્નલ આપ્યો. " એ જે રીતે પણ વર્ત્યા, પણ મે શું વિચાર્યું? મારુ વિચારવું અને ફિલ કરવું એ કોઈક વ્યક્તિના સારા અને ખરાબ વર્તન પર નિર્ભર છે. એમણે સારી રીતે વાત કરી હોત તો હું સુખી, અને ખરાબ વાત કરી તો હું દુઃખી..
આ તો ગુલામી ની નિશાની છે... નહિં ગુલામી જ છે... વિચારોની, મનની...
પરિસ્થિતી, એમનો વ્યવહાર, મારો એક હાથ છે અને મારા વિચારો બીજો હાથ છે... એ ચોંટેલા નથી...
જુદા છે. મારા વિચારોથી ભાવનાઓ જન્મે છે, અને વિચારો કેવા હશે તે મારી choice છે.... આજ થી અસ equation હું મગજ માં ફિટ કરી દઈશ...
બસ એ વ્યક્તિ માટે ખૂબ બધી દુવાઓ મોકલી... અને ગુલામી માંથી મુક્તી મેળવવાના માર્ગ પર એક કદમ આગળ વધી....
પંક્તિ
No comments:
Post a Comment