જ્યાં સુધી મન ને આદત ન પડે .....

જ્યાં સુધી મન ને આદત ન પડે 
ન ગમતા અવાજ માટે બારણું ખોલવાની 
જ્યાં સુધી કાન ને આદત ન પડે 
જાકારો સાંભળીને પણ મૃદુ બોલવાની


ત્યાં સુધી.... તો એ મનને ગણકારીશ નહિ
એને પંપાળીશ નહીં...એને મનાવીશ નહિ...
રહેવા દે એકલું.. અહમ ના અંધારામાં...
ભલે ને ધમ પછાડા કરતું..!! એને સમજાવીશ નહિ..

લાંબી દૌડ થી આવેલા ખેલાડી ની જેમ
હાંફતું હંફાતુ આવશે એક સાંજે ઘેર 
ગમા અણગમા બધું છૂટી ગયું હશે ક્યાંય
ધ્રુજતા હશે પગ જાણે હમણાં થઇ જશે ઢેર 

ત્યારે માત્ર તું કઈ ન બોલતો ..
ના પૂછતો કોઈ સવાલ.. ના એને રોકતો ..
બને હાથ ફેલાવી એને આવકારજો 
હું છું....અહીં જ છું....એહસાસ કરાવજો...

फर्क सिर्फ इतना .....

कभी हार ....कभी जीत
कितनी वाजीब है यह रीत...!
फर्क इतना की...आज सच हारा
और झूठ की फिर से हुई जीत ..!!

कभी सुख.. तो कभी दुःख
दोनो मिलेंगे याद रख...
फर्क सिर्फ इतना कि,... सुख तू बांट
और दुःख अपने पास रख...!!

कभी धूप कभी छांव
सब कुछ है तेरे गाँव
फर्क इतना कि ....धूप है आज
और आनेवाली कल है छांव ..!!

कभी आँसू ..कभी हँसी
दोनो ही है आँखो में बसी
फर्क इतना कि ...आँसू पी ले
और होंठो को दे सिर्फ हँसी ..!!


कभी जीवन... कभी मौत
दोनो से रख प्यार बहुत
फर्क सिर्फ इतना.. कि ऐसा जी ले
मौत से पहले न आये मौत ...

જ્યારે જોવાનું હતું....

જયારે જોવાનું હતું...
ત્યારે મેં આંખ મીંચી
ઝળહળતી રોશનીને
બેઠો સપના વેંચી ...

જયારે સાંભળવાનું હતું
ત્યારે ભર્યું કાનમાં રુ...
ચીસા ચીસ ને બુમાબુમ
મને લાગ્યું કાવતરું

જયારે બોલવાનું હતું
ત્યારે મોઢામાં ભર્યા મગ
મારુ શુ? મને શું?
તેનાથી શું બદલાશે જગ?

જયારે ભેગા ચાલવાનું હતું
ત્યારે ખુલ્લા જ હતા પગ
પણ આંખ, કાન ને મોઢા વગર
ગુલામ શરીર ..ગુલામ મગજ...

Ego - an attachment to the wrong identity of self.

We do play different roles in life. In office, st home, in society, by profession, or through family and marriage system. But is role and our identity are same? is that ME?
 I am activist, daughter, wife, sister, i am boss, friend ..rmthese are my roles and responsiities. Thus i do maintain discipline and expect other to maintain it. I need to do my duty. But i am not that role but beyond thst role. And same is with others...thus it shud NOT be connection between role to role but BEING to BEING. 
That means Tatva in me is same as in other living Being. Tatvamasi is true for me and also for safai karmachari or to jallad or to victim or to exploiter ...
Can we really connect in being level or our covering of material things is so strong that we cant see being behind its role....??

શું વાગોળશો?

તાજેતરમાં મેં એક પ્રયોગ વિશે વાંચ્યું. વૈજ્ઞાનિકોએ એક જૂથ ને કહ્યું કે પિયાનો વગાડે અને તેનો મગજ પર શું અસર થાય તેનો ગ્રાફ લીધો... બીજા એક જૂથે મનમાં પિયાનો વગાડ્યો અને આશ્ચર્ય કે મગજના ગ્રાફ માં એજ અસર દેખાતી હતી. જો કે પહેલા જૂથ ની આંગળીઓ પિયાનો ને અડી ને તરંગ મગજ સુધી પહોંચ્યા હતા બીજા જૂથ ન કિસ્સા માં એ તરંગ માત્ર સુર મનમાં વાગોળવા thi નિર્માણ થયા... એટલે મગજ સાચુકલું અને imaginary એમાં કોઈ ફરક ન કરી. 
આ વાત કેટલી જબરદસ્ત છે. કોઈ ઘટના 2 વર્ષ પહેલા બની. આજે ફરી વાર હું એ યાદ તાજી કરવી, આખી ઘટના વાગોળું છું, તો તેની મગજ ઉપર અસર એટલીજ થશે, જાણે હાલ એ ઘટના બની. હવે જો એ ઘટના સારી ન હોય, પીડાદાયક હોય, ઝગડો હોય તો? તો આપણે આપણને ફરીવાર એ વેદના, પીડા આપી. 
અને આપણી પીડા એ ક્યારેય આપણી એકલા પાસે રહેતી નથી પણ તે વહે છે vibration તરીકે મારાથી બીજા સુધી. આ જગત સુધી. તો હું કેવા vibrations મોકલ્યા ત્યારે અને અત્યારે ફરી વાર. પછી મેં એ ઘટના ફરીવાર કોઈક ને કહી. ઘણી વાર આપણે એક ને એક વાત (ખાસ કરીને તે વાત ટીકા હોય, ઝગડાની હોય) તો વારંવાર કહેતા હોઈએ છીએ. મનમાં તેને વાગોળ્યા કરીએ છીએ. ઘણીવાર પીડા ના પ્રસંગો ફરી ફરી તાજા કરાવીએ છીએ. આ તો પહેલા વાંદરા ના ઘા જેવુ આપણે ફરી ફરી ઘા ને ઉઘાડું કરીને જોયા કરીએ છીએ. 
આ પ્રયોગ થી બોધ લેવા જેવો છે. કે ક્યારેય "ખબર છે આજે શું થયું? એમ કહી આખી ઘટના વર્ણવાનો આપણો શોખ આપણે છોડવો પડશે. બીજું આ સમજ, માત્ર માહિતી નહીં, પણ તેનાથી આવેલી સમજણ જો આપણે પક્કી કરીએ તો આપણે માનસિક રીતે બીમાર માણસોને સમજી શકીશું. ઘણા લોકોને ભાસ થાય છે કે "આ વ્યક્તિ આવું બોલ્યા" એ એમના મને create કરેલો વિચાર હોય છે. પણ તેમના મગજ ને તો તેનાથી થી તેટલીજ અસર થાય, જેટલું એ ઘટના ખરેખર થઈ હોત. એટ્લે એટ્લે આ અસર તેમણે વધુ નુકસાન પહોંચાડે. ઉપચાર પદ્ધહતી માં આવી રીતે કેટલું જોવાય છે. આપણે એમ કહીએ છીએ કે "તને ભાસ થાય છે"
બીજું કે diabitis સાથે જીવતા લોકોને ઘણી વાર એ નથી સમજાતું કે તેમની શુગર કેમ અચાનક વધી રહી છે. જો મને ગળ્યું ખાવાની ખુબજ ઈચ્છા થઈ. અને મે મનમાં વિચાર્યું કે ગળ્યું લાવીને મે ખાધું. મેં આવું imagine કર્યું... તો પણ મગજ ઉપર તેની અસર તેટલીજ રહેવાની, જાણે મે ખાધું હોય ખરેખર. તો સુગર ને અસર કરતાં ગ્રંથી તો મગજ ના સંદેશાઓ થી કામ કરવાના. આવી રીતે ઉપચાર પદ્ધતિ માં વિચારાતું નથી. ઉપચાર એ માત્ર દવા નથી પણ તે માણસની અંદર થતી આંતર પ્રક્રિયા છે. જેના વિષે આપણે બહુ ધ્યાન આપતા નથી. 
સારી વાતો વાગોળીએ તો સારા તરંગો આવશે. સારું લાગશે. અને સારું લાગશે તો શરીર સ્વસ્થ રહેશે. સંબંધો સારા રહેશે. 

Lets emerge divine power within ourselves ....

November 15, 2020
power to tolerate, power to accept, power to detach our state of mind from situation, power to face, Power to decide our Karma... during this auspicious occasion of Navratri)
कमलपत्री त्या दव बिंदू सम 
अलिप्त राहो तुझे रे मन
बाह्य तरंगा कधी न लागो 
तव चित्ताचा ठाव 

                सागर बनूनी घे तू पोटी
              विकार पिऊनी हास्यच ओठी 
              माते सम रे सामावून घे 
              भले बुरे ते भाव

 प्रवाहातल्या खडकावरूनी
 कितीक लाटा जाती स्पर्शूनी
ओलावा तो येई क्षण भर
परी निश्चल राही भाव 

        ज्ञान सागरा तोटा नाही...
        उघड्या बघ रे दिशा ही दाही 
       खेळी परी ही तुझ्याच हाती 
       तुझाच आहे डाव

काळाच्या या महासागरी 
वादळ, वारा, लाटा, लहरी 
निश्चल आपुल्या मार्गी राहूनी, 
हाक रे धैर्याने तू नाव

ક્યાં સુધી

Ahmedabad : Tuesday, June 29, 2020.
સંસ્થા તરીકે  આદિવાસી વિસ્તારોમાં કામો શરૂ કર્યા ત્યારે આ વિસ્તારોમાં વખતો વખત જવાનું શરૂ થયું...
મિટિંગ માં ઘણી વાર અપ મૃત્યુ ના બનાવો સાંભળવા મળે. 17 -18વર્ષ થી માંડી ને 23-24 વર્ષ સુધીના યુવક યુવતીઓ નો સાથે એક જ ઝાડ પર લટકતો ફોટો લોકો બતાવે
લોકો સાથે થોડી વાત કરીએ એટલે ખ્યાલ આવે કે લોકોને તો બધું જ ખબર છે.. "કેમ કેસ ન થયો"? " બેન માં બાપ તૈયાર ન થાય.. અથવા ગામે નક્કી કર્યુ.. પતાવટ કરી નાખી..  1-2લાખ સુધી આ રકમ હોય... ...પ્રેમ કરતા હતા... એકજ ગામના થાય.. એટલે ભાઈ-બેન જ કહેવાય... એટલે મારી નાખ્યા...લોકો બધું જ કહે....
આ બધી ચર્ચા ચાલે.. ત્યારે અંદર ભયંકર ગુસ્સો ભેગો થતો જાય... કેમ આને રોકી ના શકીએ? આટલો મોટો સમાજ છે.. આટ આટલા સંતો, મહંતો... આશ્રમો... નેતાઓ, સામાજીક કાર્યકર્તાઓ... નેતાઓ... અને પોલીસ તંત્ર.. અને આખી સરકાર.. આને રોકવું શક્ય જ નથી.. એમ માનીને કેમ બેઠા છીએ આપણે બધા.. .ક્યાં સુધી?....

આપણે કોઈ ના ગુલામ નથી? સાચે?

 Ahmedabad: Friday, June 26, 2020.
રોજ નિજ જેમ જ ઓફિસ નો દિવસ. પણ આજે ઓફિસ ના કામ ન સંદર્ભ એક વ્યક્તિ સાથે થયેલ સંવાદ થી થોડી ડિસ્ટર્બ થઈ. મેં એમને ખુબજ અગત્યની એવી વાત કરી, અને એમણે એવાત સાવ ઝાટકી નાખી... એકદમ રૂક્ષ એવો વ્યવહાર... નિસ્બત વગરનો..
થોડી વાર માટે લાગ્યું કે તેઓ ને કશી  પડી ન હોય તો આપણે પણ એવુંજ થવાનું... પણ પછી તરતજ મેં બુદ્ધિ ને "STOP" નો સિગ્નલ આપ્યો. " એ જે રીતે પણ વર્ત્યા, પણ મે શું વિચાર્યું? મારુ વિચારવું અને ફિલ કરવું એ કોઈક વ્યક્તિના સારા અને ખરાબ વર્તન પર નિર્ભર છે. એમણે સારી રીતે વાત કરી હોત તો હું સુખી, અને ખરાબ વાત કરી તો હું દુઃખી..
આ તો ગુલામી ની નિશાની છે... નહિં ગુલામી જ છે... વિચારોની, મનની...
પરિસ્થિતી, એમનો વ્યવહાર, મારો એક હાથ છે અને મારા વિચારો બીજો હાથ છે... એ ચોંટેલા નથી...
જુદા છે. મારા વિચારોથી ભાવનાઓ જન્મે છે, અને વિચારો કેવા હશે તે મારી choice છે.... આજ થી અસ equation હું મગજ માં ફિટ કરી દઈશ...
બસ એ વ્યક્તિ માટે ખૂબ બધી દુવાઓ મોકલી... અને ગુલામી માંથી મુક્તી મેળવવાના માર્ગ પર એક કદમ આગળ વધી....

પંક્તિ 

બાપુ ..સોરી!! ..હું તમારી ભક્ત નથી....

ગાંધીજી એ હિન્દ સ્વરાજમાં લખ્યું છે, પાર્લામેન્ટ એક વાંઝણી અને વેશ્યા છે... એ એમણે ઇંગ્લેન્ડના પાર્લામેન્ટ ના સંદર્ભ માં લખ્યું છે, કે જેના તરફ આપણે ખૂબ અપેક્ષા રાખતા હતા.
આ આકરા શબ્દ વાપરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે એમણે આ બંને શબ્દનો ખરેખરનો જે અર્થ છે તે, ઇંગ્લેન્ડના પાર્લામેન્ટ ને કેવી રીતે લાગુ પડે તે વિગતે કહ્યું છે.જેનામાંથી કશું સાર, અર્થનું ઉપયોગી ન જન્મે તે વાંઝણી ..સ્ત્રીને ,કુદરતે પ્રજનન, એટલે કે નિર્મિતીની ભૂમિકા સોંપી છે, તે તેમ ન કરે, અથવા નિષ્ફળ રહે ત્યારે એક તુચ્છ, તિરસ્કૃત, હીન એવી ભાવના વ્યક્ત કરતો આ શબ્દ...સ્ત્રીના અસ્તિત્વનો જાણે બીજો કોઈ અર્થ જ ન હોઈ શકે.... અથવા આના વગર તેનું અસ્તિત્વ જ ન હોય ...એવો ફેંસલો આપી દેતો આ શબ્દ અનેકો સ્ત્રીઓના વેદનાની ગંગોત્રી  છે...
બીજો શબ્દ વેશ્યા... પહેલાં શબ્દમાં સ્ત્રીની કહેલી ભૂમિકાને સીધી રીતે દર્શાવનારો શબ્દ.. શરીર સુખ આપી શકે તેવું શરીર ધરાવનાર એક પ્રાણી જેટલુંજ સ્ત્રી ને આંકનાર સમાજ ના (કુ) બુદ્ધિ નું પ્રદર્શન ...
પુરુષને જોઈએ તેવું, તેટલું, સુખ આપ્યા બાદ પણ, એ સુખ આપ્યું તે માટે સ્ત્રી ને શિક્ષા આપતો, ગંદી ગણતો શબ્દ...
ગાંધીજીએ પાર્લામેન્ટની લોકોને સમજવાની નિષ્ફળતા માટે  આ શબ્દો કહ્યા... પણ એ ભૂલી ગયા કે, જે જનતા માટે તેઓ આ કહી રહ્યા છે, તેમાં સ્ત્રીનો બરાબર હિસ્સો છે...
જે સમાનતાનો સંદેશ તેઓ તેમના પ્રાર્થના દ્વારા દુનિયામાં વહેતો કરે છે તેના પહેલા હકદાર સ્ત્રી છે...

સત્ય, અહિંસા, સાદાઈ, ત્યાગ, આ મૂલ્યો જીવવા માટે હું ગાંધી બાપુ ને લાખ સલામ કરું છું... દુનિયા કેમ બચશે ?આ સૌથી વિકટ સમસ્યાનું આ સરળ નિરાકરણ આજે પણ બાપુ જ આપી શકે...
પણ એમને ઉપર વાપરેલા શબ્દો અને તેના પાછળના ભાવ માટે એમને હું માફ નહીં કરું. હું સમગ્ર રિતે સંપૂર્ણપણે કોઈ એકને માનું, તે શક્ય નથી .હું ગાંધી બાપુ સાથે હજાર વખત અસહમત થાઉં...અને તોય એમના પાયાના મૂલ્યો ને વરેલી રહું..
બાપુ ..સોરી ..હું તમારી ભક્ત નથી....

दिल