એવી એક જગ્યા ....

 એક એવી જગ્યા


માથે-ખભે બોજો લઈ

આ ચાલતાં સૌ માનવી  

શોધતાં જગ્યા એવી 

બેસવા હળવા થઈ 


        જોઈએ જગ્યા એવી 

        કેમ અહીં ? ન પૂછે કોઈ

        ના મન ખોલવાનું કહે 

        ના ભાર તોલવાનું કહે 


કોઈ શર્ત સામે ન મૂકે

વંટોળ સામે ના ઝૂકે 

વિશ્વાસથી વિશ્વાસ ની 

 ડોર જે પકડી શકે


      ખૂબ મોટું છે  જગત 

       આવી એક જગ્યા જડે? 

        લાગણીના તાંતણાથી 

        ખડગ સામે જે લડે? 


ના જીતનો હિસ્સો બનું

ના હારનો કિસ્સો બનું

દુઃખ ટાણે યાદ આવે 

બસ..એવી જગ્યા બનું

     ...બસ..એવી જગ્યા બનું  .........

 

                    પંક્તિ

बस यही गुजारिश ....

 कोई तवक्कु न हों ..बस यही आरजू थी ...

कुछ लम्हे सुकूँ के ...बस एक ही गुजारिश थी...


     जिंदगी की दौड़ में कहीं खो न जाये हौसलें 

     रूह और अल्फाज में,  कभी हो न जाये फांसले 

    वक्त को आगाह करूँ यह कब मेरी फरमाइश थी? 

    कुछ लम्हे सुकूँ के...बस यही गुजारिश थी ....


दिन के फिराक में ...रात ना मायूस हों

दास्ताँ और हकीकत से जल्द ही मानूस हों

हर आफत मगर जैसे वक्त-ए आजमाईश थी....

कुछ लम्हे सुकूँ के...बस यही गुजारिश थी ...


  दूसरों के गम जियें इसपे ना मलाल हों 

  हर रंग के भीतर खिलता गर  गुलाल हों

  दो धारा पर नीर एक हों....बस यही  गुंजाइश थी

  कुछ लम्हे सुकूँ के...बस यही गुजारिश थी ..


कोई तवक्कु न हों ..बस यही आरजू थी ...

कुछ लम्हे सुकूँ के ...बस यही गुजारिश थी...


                                    पंक्ति 

तवक्कु - ख्वाईश, अपेक्षा, 

मानूस - घुल मिल जाना

मलाल- पछतावा

મન....

 આ મન કેવી ચીજ છે

કાંઈ સમજાતું નહીં યાર ....

         આંખો વગર રડી શકે..

         પાંખો વગર ઉડી શકે 

         જોઈ શકે  દૃષ્ટિ વગર 

         જગતના પેલા પાર 

આ મન કેવી ચીજ છે

કાંઈ સમજાતું નહીં યાર ....

         

        શબ્દો વગર બોલી શકે 

        બોલ્યો શબ્દ ઝીલી શકે 

        એક પળ માં ભીની આંખો 

         બીજા પળે લાવે બહાર 

આ મન કેવી ચીજ છે

કાંઈ સમજાતું નહીં યાર ....


      કરતબ ઘણા કરી બતાવે 

      પગ વગર ફરી બતાવે 

     રૂ જેવું હલકું હલકું 

     ક્યારેક પથ્થર જેવો ભાર  

આ મન કેવી ચીજ છે

કાંઈ સમજાતું નહીં યાર ....

         

      આ જેટલું મોટું થાય 

      ભૂલો, અપરાધ સમાઈ જાય 

      આ જ્યારે ઊંચું થાય...

       એને કશું જ ન સમજાય 

       મક્કમ બની પહાડ ખોદે

      તોડી નાખે બંધન હજાર

આ મન કેવી ચીજ છે

કાંઈ સમજાતું નહીં યાર ....

નાનપણ ફરી જીવીએ...?

 ક્યારેક મન ને એની રીતે વહેવા દઈએ

જે મૂર્ખાઈ કરવી હોય, કરવા દઈએ 


    રોક-ટોક તો રોજ રોજની  વાત છે...

    મન મુકીને ક્યારેક એને વરસવા દઈએ


ખડખડાટ હસવું એને ખૂબ ગમતુ

શું કહેશે લોકો ? બીક રહેવા દઈએ 

    

     સૌ બીઝી છે ફરમાઈશની મૈફિલ વચ્ચે 

      મનને એનું ગમતું કવન ગાવા દઈએ

સાયેબ ...તમે અહીં નૉ આવતા...

ત્રણ દિવસ અગાઉ જીવરાજ પાર્ક નું શાક માર્કેટ બંધ કર્યું છે.. ચા ની લારીઓ, બધીજ દુકાનો 2 દિવસ અગાઉ બંધ રાખવાની મૌખિક સૂચના છે. રોજિંદા કમાઈ પાર જીવનાર 2 હજાર ઉપરાંત પરિવારોની 3 દિવસની કમાણી જાય એ એમના માટે કેટલું મોટું નુકસાન... એમને મંત્રીશ્રીના આવવાની શિક્ષા કેમ?

ત્રયણ કલાક ની તમારી મિટિંગ માં
બગડ્યા અમારા ત્રયણ દાડા..
હાંજે હાંજે ત્રયણ કલાક
શાક લારી લઈને અમે ઉભા
રોજ કમાઈયે ત્યારે ખઈએ
આવી છે અમારી દશા ..
સાયેબ તમે અહીં નૉ આવતા
            મારી લારી ની બાજુમાં
            એક માજી બેસતા હતાં...
            કટકા માંથી બનાવેલા
            ઓશિકાના કવર વેંચતા
                પોલીસે એમનેય ઉઠાડ્યા છે.?.
                માંડ પચાહ રૂપયા હતા કમાતા
                    સાયેબ.. તમે અહીં નૉ આવતા....
વરહ પહેલા તમે સાયેબ
ઉઘાડી જીપમાં ફર્યા હતા
લાખ માણહ તમારી મિટિંગ માં
અહીં ભેગા થયા હતા...
અમોને કોઈ વાંધો નહતો સાયેબ
તમે આવ્યા અને ગયા હતા
સાયેબ પણ તમે અહીં નૉ આવતા
                    કોરોનાની લોકડાઉન પછી
                    માંડ રોટલા ભેગા થયા સીએ....
                    ડોઢ વરહથી તમને હું ખબર?
                    અમે કઈ રીતે જીવીએ સીએ...
                    કોઈ મોટા પોગ્રામ કરવા
                    અમે તમને નહીં કે'તા
                    સાયેબ તમે અહીં નૉ આવતા
રોજના પૈશા અમો વ્યાજે લાવીએ
સાયેબ... ત્યારે ધંદો કરી સકીએ
તમારે આવવાથી અમોને હું ફાયદો?
વ્યાજ ચઢવાનું બંધ થશે?
કે નહીં આલવાના હવેથી
ઉભા રહેવાનાં રોજ ના હપ્તા .. ??
સાયેબ તમે અહીં નૉ આવતા




दिल