હે. જીંદગી.....

 તારા આપેલા સુખને હું ચાહું

અને દુઃખથી દૂર ભાગી જાઉં ...

જીંદગી ..આવી તો કેવી રીતે જીવું?


તારા બંને મુઠ્ઠીમાં ભરાયેલી છે ..

અગણિત પળો...કેટકેટલી યાદો..

ખાટી-મીઠી, કડવી, ખારી..જૂની-નવી...

ગમતી.. અણગમતી...યાદો....

મીઠી યાદોની મુઠ્ઠી હું ખોલું..

અને બીજી મુઠ્ઠી ને પાછી ધકેલું...

જીંદગી આવી તો કેવી રીતે જીવું?


તારી સાથે નહીં તો યાદોની સાથે 

હરેક પળ ફરી માણવા દો ...

ક્યારેક હસવાની સાથે રડવાનું ગમે ....

એવી રમત સ્મૃતિઓમાં રમવા દો...

પ્રત્યેક દાવ પર શીખું કઈંક નવું

જીંદગી હું તને એવી રીતે જીવું....

No comments:

Post a Comment

दिल