તાજેતરમાં મેં એક પ્રયોગ વિશે વાંચ્યું. વૈજ્ઞાનિકોએ એક જૂથ ને કહ્યું કે પિયાનો
વગાડે અને તેનો મગજ પર શું અસર થાય તેનો ગ્રાફ લીધો... બીજા એક જૂથે મનમાં
પિયાનો વગાડ્યો અને આશ્ચર્ય કે મગજના ગ્રાફ માં એજ અસર દેખાતી હતી. જો કે પહેલા
જૂથ ની આંગળીઓ પિયાનો ને અડી ને તરંગ મગજ સુધી પહોંચ્યા હતા બીજા જૂથ ન કિસ્સા
માં એ તરંગ માત્ર સુર મનમાં વાગોળવા thi નિર્માણ થયા... એટલે મગજ સાચુકલું અને
imaginary એમાં કોઈ ફરક ન કરી.
આ વાત કેટલી જબરદસ્ત છે. કોઈ ઘટના 2 વર્ષ પહેલા બની. આજે ફરી વાર હું એ યાદ તાજી કરવી, આખી ઘટના વાગોળું છું, તો તેની મગજ ઉપર અસર એટલીજ થશે, જાણે હાલ એ ઘટના બની. હવે જો એ ઘટના સારી ન હોય, પીડાદાયક હોય, ઝગડો હોય તો? તો આપણે આપણને ફરીવાર એ વેદના, પીડા આપી.
અને આપણી પીડા એ ક્યારેય આપણી એકલા પાસે રહેતી નથી પણ તે વહે છે vibration તરીકે મારાથી બીજા સુધી. આ જગત સુધી. તો હું કેવા vibrations મોકલ્યા ત્યારે અને અત્યારે ફરી વાર. પછી મેં એ ઘટના ફરીવાર કોઈક ને કહી. ઘણી વાર આપણે એક ને એક વાત (ખાસ કરીને તે વાત ટીકા હોય, ઝગડાની હોય) તો વારંવાર કહેતા હોઈએ છીએ. મનમાં તેને વાગોળ્યા કરીએ છીએ. ઘણીવાર પીડા ના પ્રસંગો ફરી ફરી તાજા કરાવીએ છીએ. આ તો પહેલા વાંદરા ના ઘા જેવુ આપણે ફરી ફરી ઘા ને ઉઘાડું કરીને જોયા કરીએ છીએ.
આ પ્રયોગ થી બોધ લેવા જેવો છે. કે ક્યારેય "ખબર છે આજે શું થયું? એમ કહી આખી ઘટના વર્ણવાનો આપણો શોખ આપણે છોડવો પડશે. બીજું આ સમજ, માત્ર માહિતી નહીં, પણ તેનાથી આવેલી સમજણ જો આપણે પક્કી કરીએ તો આપણે માનસિક રીતે બીમાર માણસોને સમજી શકીશું. ઘણા લોકોને ભાસ થાય છે કે "આ વ્યક્તિ આવું બોલ્યા" એ એમના મને create કરેલો વિચાર હોય છે. પણ તેમના મગજ ને તો તેનાથી થી તેટલીજ અસર થાય, જેટલું એ ઘટના ખરેખર થઈ હોત. એટ્લે એટ્લે આ અસર તેમણે વધુ નુકસાન પહોંચાડે. ઉપચાર પદ્ધહતી માં આવી રીતે કેટલું જોવાય છે. આપણે એમ કહીએ છીએ કે "તને ભાસ થાય છે"
બીજું કે diabitis સાથે જીવતા લોકોને ઘણી વાર એ નથી સમજાતું કે તેમની શુગર કેમ અચાનક વધી રહી છે. જો મને ગળ્યું ખાવાની ખુબજ ઈચ્છા થઈ. અને મે મનમાં વિચાર્યું કે ગળ્યું લાવીને મે ખાધું. મેં આવું imagine કર્યું... તો પણ મગજ ઉપર તેની અસર તેટલીજ રહેવાની, જાણે મે ખાધું હોય ખરેખર. તો સુગર ને અસર કરતાં ગ્રંથી તો મગજ ના સંદેશાઓ થી કામ કરવાના. આવી રીતે ઉપચાર પદ્ધતિ માં વિચારાતું નથી. ઉપચાર એ માત્ર દવા નથી પણ તે માણસની અંદર થતી આંતર પ્રક્રિયા છે. જેના વિષે આપણે બહુ ધ્યાન આપતા નથી.
સારી વાતો વાગોળીએ તો સારા તરંગો આવશે. સારું લાગશે. અને સારું લાગશે તો શરીર સ્વસ્થ રહેશે. સંબંધો સારા રહેશે.
No comments:
Post a Comment