Ahmedabad: Sunday, July 28, 2019.
માહિતી આયોગની સ્વાયતતા છીનવાઇ. !
માહિતી આયોગની સ્વાયતતા છીનવાઇ. !
માહિતી અધિકાર કાયદો
તંત્રને પારદર્શી અને જવાબદેહિ બનાવવા નાગરિકના હાથમાં એક અસરકારક ઓજાર સાબિત થયું
છે. છેલ્લા 14 વર્ષોમાં દેશભરમાં નાગરિકોએ તેનો ભરપૂર ઉપયોગ કરીએ ભ્રષ્ટાચારને
ખુલ્લો પાડયો છે, ગેરરીતિઓને ઉજાગર કરી છે, અને સરકારના અનેક નિર્ણયો, નીતિઓ વિશે મહત્વના
તથ્યો, હકીકતો લોકો સમક્ષ મૂકી છે. એટ્લે સ્વાભાવિક છે, કે આ કાયદો તંત્ર અને રાજકીય નેતાઓ બંનેને ખૂંચે.
આ કાયદો પસાર
થયાના 6 મહિનાની અંદરજ ફાઇલ ઉપરની નોંધ ન આપવાની જોગવાઈ કરવામાટે સુધારા બીલ
મૂકવાની કોશિશ થઈ હતી. ત્યારથી અત્યારસુધી અનેક વખત આ કાયદામાં સુધારો કરવાના નામે
તેને નબળો પાડવાના પ્રયાસો થયા છે. દરેક વખતે સુધારા બીલની સામે દેશભરમાંથી નાગરિક
જૂથો, કર્મશીલો અને પ્રસાર માધ્યમોએ અસરકારક
આંદોલન કરી સરકારના પ્રયાસોને સફળ થવા દીધા ન હતા.
સંસદના ચાલુ
ચોમાસા સત્ર દરમ્યાન 22 જુલાઇના રોજ લોકસભામાં માહિતી અધિકાર સુધારા બીલ 218
વિરુદ્ધ 79 મતોથી પસાર થયું. આ બીલ ગત વર્ષે સાંસદમાં ટેબલ થયું હતું, પણ તે પસાર થઈ શક્યું ન હતું. આ વખતે આ બીલ એકદમ રહસ્યમય અને
નાટ્યમય રીતે એજન્ડામાં મુક્યા વગર ખાસ પરવાનગીની વિનંતી કરી મંત્રીશ્રીએ રજૂ
કર્યું. સામાન્ય રીતે ખરડાને વેબસાઇટ પર મૂકવા, મંતવ્યો
મંગાવવા, અથવા ચર્ચાસત્રો ગોઠવવા જેવી ચાલતી આવેલી પદ્ધતિને
બિલકુલ અવગણના કરીને આ ખરડો લોકસભામાં રજૂ થયો.
માહિતી અધિકાર
બીલ રજૂ કરતી વખતે મંત્રીશ્રી જીતેન્દ્ર પ્રસાદે તેને ‘માહિતી અધિકારને મજબૂત કરવામાં માટેનો પ્રયાસ તરીકે ગણાવી રજૂ
કર્યું, જે તદ્દન ખોટું છે. આ સુધારા બીલનો દેશભરમાંથી કર્મશીલો, માહિતી અધિકારના કાર્યકર્તાઓ, નાગરિક જૂથો, તેમજ નિવૃત્ત માહિતી પંચોએ ખૂબ વિરોધ કર્યો છે અને તેને ઈરાદાપૂર્વક કાયદાને નબળો પાડવાની પગલું તરીકે
ગણાવ્યું છે.
શું ફેરફાર થયા?
|
મૂળ કાયદામાં જોગવાઈ
|
સુધારો
|
સંભવિત અસર
|
|
માહિતી પંચના કામકાજનો સમયગાળો
|
||
|
મૂળ કાયદા અનુસાર દરેક રાજ્ય તથા કેન્દ્રમાં 10 થી વધુ
નહીં તેટલા માહિતી કમિશ્નર નીમી શકાય છે. કોઈને પણ કમિશ્નર તરીકે નિમણૂંક મળે એટ્લે
તે વધુમાં વધુ 5 વર્ષ અથવા 65 વર્ષ પૂરા થાય (બેમાંથી જે પહેલા આવે તે) ત્યાં
સુધી કમિશ્નર તરીકે ફરજ બજવી શકે, અને
કોઈ સંજોગોમાં તેઓ ફરીથી કમિશ્નર બની શકે નહીં તેવી જોગવાઈ કદમાં છે.
|
કમિશ્નરશ્રીઓનો કામકાજનો સમય ગાળો કેન્દ્ર સરકાર નક્કી
કરશે.
એટ્લે તમામ રાજ્યોના માહિતી પંચ પણ કેટલા વર્ષ કાર્યરત
રહેશે તે કેન્દ્ર સરકાર નક્કી કરશે.
|
કોઈ કમિશ્નરશ્રી ના ચુકાદા સરકારને માફક આવે તેવા હોય તો
તેમણે પુન: નિમણૂંક આપવાની જોગવાઈ પણ
કરી શકે.
સરકારને ઈચ્છે તો તેમનો સમયગાળો ઓછો પણ કરી શકે. શું
નક્કી કરશે કેવી રીતે, તે બધુ કેન્દ્ર
સરકારના આધીન રહેશે.
તેથી પુન: નિયુક્તિની અપેક્ષાએ સરકારને અનુકૂળ થવાનું વલણ
ઊભું થઈ શકે.
|
|
માહિતી પંચનો પગાર
|
||
|
મૂળ કાયદાની જોગવાઈ મુજબ કેન્દ્રિય માહિતી પંચને મુખ્ય
ચૂંટણી કમિશ્નરશ્રી સમકક્ષ અને રાજ્ય માહિતી પંચોને રાજ્ય ચૂંટણી પંચ સમકક્ષ
ગણવામાં આવ્યા છે.
|
હવે તેઓનો આ દરજ્જો સુધારા બીલથી છીનવાઇ ગયો છે, અને તેમણે ડેપ્યુટી સચિવશ્રી જેવા કક્ષાએ
લાવવાવની કોશિશ છે.
|
જ્યારે હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના માહિતી અધિકારી
અથવા PMO ઓફિસ અથવા CMO ઓફિસ
જેવા ઉચ્ચ કક્ષાઓની કચેરીઓને માહિતી ન આપે તે કિસ્સાઓમાં તેમની સમક્ષ દંડાત્મક
અને શિસ્તભંગના પગલાં લેવામાટે કાર્યવાહી કરવા માટે ભલામણ કરવાની સત્તા આયોગો
પાસે છે. પણ જ્યારે તેમનં હોદ્દો આજના હોદ્દાથી નીચે આવી જશે ત્યારે તેઓ ઉપલી
કક્ષાઓની કચેરીઓને જવાબદેહી નહીં બનાવી શકે,
|
|
સેવાની શરતો/ નિયમો
|
||
|
મૂળ કાયદાની જોગવાઈ અનુસાર માહિતી કમિશ્નરશ્રીઓના સેવાઓ માટેના
નિયમો કોણ બનાવશે તે સ્પષ્ટ નથી. કેટલાક આયોગોએ તેમના માટેના નિયમો ઘડી કાઢ્યા
હતા. (કલાકો, સુનાવણીઓ ક્યારે થશે, ફોર્મ વગેરે માટે)
|
સેવાઓની શરતો અને કામકાજ માટેના નિયમો કેન્દ્ર સરકાર
નક્કી કરશે.
|
નિયમોની જરૂર છે. પણ તે માત્ર કેન્દ્ર સરકાર નક્કી કરશે
તો રાજ્યોની સત્તા પણ કેન્દ્ર છીનવી લેશે. તેનાથી બંધારણમાં આપેલ ફેડરલ
સ્ટ્રક્ચર (સમવાયી માળખા) ને પણ ધક્કો પહોંચે છે.
સત્તાનું કેંદ્રિયકરણ થવાથી માહિતી આયોગ કેન્દ્ર સરકારનો
એક વિભાગ બની જશે, તેમણે અંકુશમાં
રાખશે.
અત્યારે માહિતી આયોગ પાસે માહિતી માંગવી હોય તો રાજ્યના
નિયમો લાગુ પડે છે. કેન્દ્ર નિયમ ઘડી કાઢશે તો તે મુજબ રાજ્યની અંદર જુદી- જુદી
ફી અને પ્રક્રિયા હોય શકે.
|
આ સુધારા બીલનો
વિરોધ પક્ષ તેમજ અન્ય પક્ષોએ ખૂબ વિરોધ કર્યો. “આજના
કાયદામાં જ્યારે આયોગના કાર્યકાળની વાત સ્પષ્ટ છે, ત્યારે
કેન્દ્રિય સ્તરેથી સરકારે તે માટે નિયમો ઘડવાની શું જરૂર?
માહિતી પંચ સ્વતંત્ર અને સ્વાયત્ત હોવું તે તેમની અસરકારકતાનું મુખ્ય આધાર છે. એવા
સંજોગોમાં કેન્દ્ર સરકાર તેમના પર અંકુશ લાવીને તેમને તાબે કરવા જઈ રહી છે, જે બિનલોકશાહી
વલણ છે”, તેવી આકરી ટીકા સાંસદો દ્વારા થઈ. પણ મંત્રીશ્રી જીતેન્દ્ર
પ્રસાદે “માહિતી અધિકાર કાયદાઓ રાજ્ય અને કેન્દ્ર એમ બંને યાદીમાં નથી, પણ માત્ર કેન્દ્રિય યાદીમાં છે, તેથી અહીંથી જ આ બધું
નક્કી કરવું પડે તેમ છે”, તેવી ગેરમાર્ગે દોરતી માહિતી સાંસદમાં
આપી બિલ રજૂ કર્યું. હકીકતમાં માહિતી અધિકારનો ઉદ્ભવ બંધારણની કલમ 19 ના રૂએ આવેલ
છે. કેન્દ્રનો કાયદો આવ્યો તેના પહેલા અનેક રાજ્યોએ (ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર,
તામિલનાડુએ કાયદો પસાર કર્યો હતો.
માનવ અધિકાર આયોગ, બાલ અધિકાર આયોગ, મહિલા આયોગ જેવા આયોગો
પાસે માત્ર ભલામણ કરવાની સત્તા છે. માહિતી આયોગ પાસે 25 હજાર સુધી દંડ કરવાની અને
ખાતાકીય તપાસ કરવામાટે કહેવાની, તેમજ સુનાવણી વખતે સોગંદપર
જુબાની લેવાની, સાક્ષીઓને બોલાવવાની,
સરકારે નિર્દેશ કરવાની સત્તા છે. આયોગોએ તેના આધારે રાષ્ટ્રપતિ ભવનને પણ જવાબદેહી
બનાવ્યું છે. વડાપ્રધાનની શૈક્ષણિક ડિગ્રીની વાત હોય કે, RBI
માંથી મોટા ડિફોલ્ટરોની યાદીની વાત હોય, કે ડી-મોનીટાઈજેશન
પછી કેટલા બેંકોમાં જમા થયા? કે મુદ્રા લોન કોને કોને મળી? કે કેટલા જાણ ધન ખાતા એક્ટિવ છે? વગેરે સરકારને માફક
ન આવે તેવી માહિતી નાગરિકોને આયોગ થકીજ મળી છે. તેનો બદલો લેવા સરકારે આ કાયદો
બદલ્યો છે.
છેલ્લા બે વર્ષથી
કેન્દ્ર સરકાર દિલ્લીમાં વખતો વખત રાજ્યના આયોગોમાટે કાર્યશાળાઓનું આયોજન કરે છે. જેનો હેતુ અનુભવોની આપ- લે કરવાનો છે,
તેવું કેન્દ્ર સરકાર કહે છે. ત્યાર બાદ તમામ આયોગોનું એક સંગઠન બન્યું તેમણે
કેન્દ્ર સરકારે ફંડ પણ આપ્યું. ધીરે ધીરે તમામ આયોગોમાં તેઓ કેન્દ્ર સરકારની
તાબામાં છે, તેવી લાગણી અને વાતાવરણ બનાવવામાં સરકાર સફળ
રહી. એટ્લે જ્યારે આ બિલ રજૂ થયું ત્યારે આખા દેશભારમાંથી કોઈ આયોગે તેની સામે
સવાલ કર્યો નથી. આ એક ચોંકાવનારી અને ચિંતાજનક
બાબત છે.
આ બીલને પસાર
કરવાના પગલાં ઉપરથી બીજી એક વાત પણ પુરવાર થાય છે,
કે કેન્દ્રને રાજ્યોપર અને તેમની માહિતી આયોગોના સંદર્ભમાં જરૂરી નિર્ણયો કરવાની ક્ષમતા
પર ભરોસો નથી. એક હથ્થું શાસનની આ નિશાની છે અને તે ખૂબ જ ગંભીર બાબત છે.
આ ખરડા પર કોઈ
ચર્ચા થઈ જ નથી, તેમ છતાં, સિલેક્ટ
કમિટી અથવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ ખરડાને મુકવાની માંગણીને ગણકાર્યા વગર, તેમજ સાંસદ બહારno આક્રોશ,
લાગણી અને સામાન્ય નાગરિકોની અપીલને બિલકુલ સાંભળ્યા વગર બહુમતીના જોરે આ સુધારો સરકાર
લાવી છે અને તેનાથી માહિતીના અધિકારને સીમિત કર્યો છે. લોકશાહીમાટે આ દુખદ અને ન
સ્વીકારી શકાય તેવી ઘટના છે.
No comments:
Post a Comment