Thoughts.... my all time saathi
ક્યારેક મન ને એની રીતે વહેવા દઈએ
જે મૂર્ખાઈ કરવી હોય, કરવા દઈએ
રોક-ટોક તો રોજ રોજની વાત છે...
મન મુકીને ક્યારેક એને વરસવા દઈએ
ખડખડાટ હસવું એને ખૂબ ગમતુ
શું કહેશે લોકો ? બીક રહેવા દઈએ
સૌ બીઝી છે ફરમાઈશની મૈફિલ વચ્ચે
મનને એનું ગમતું કવન ગાવા દઈએ
No comments:
Post a Comment