ત્રણ દિવસ અગાઉ જીવરાજ પાર્ક નું શાક માર્કેટ બંધ કર્યું છે.. ચા ની લારીઓ, બધીજ દુકાનો 2 દિવસ અગાઉ બંધ રાખવાની મૌખિક સૂચના છે. રોજિંદા કમાઈ પાર જીવનાર 2 હજાર ઉપરાંત પરિવારોની 3 દિવસની કમાણી જાય એ એમના માટે કેટલું મોટું નુકસાન... એમને મંત્રીશ્રીના આવવાની શિક્ષા કેમ?
ત્રયણ કલાક ની તમારી મિટિંગ માં
બગડ્યા અમારા ત્રયણ દાડા..
હાંજે હાંજે ત્રયણ કલાક
શાક લારી લઈને અમે ઉભા
રોજ કમાઈયે ત્યારે ખઈએ
આવી છે અમારી દશા ..
સાયેબ તમે અહીં નૉ આવતા
મારી લારી ની બાજુમાં
એક માજી બેસતા હતાં...
કટકા માંથી બનાવેલા
ઓશિકાના કવર વેંચતા
પોલીસે એમનેય ઉઠાડ્યા છે.?.
માંડ પચાહ રૂપયા હતા કમાતા
સાયેબ.. તમે અહીં નૉ આવતા....
વરહ પહેલા તમે સાયેબ
ઉઘાડી જીપમાં ફર્યા હતા
લાખ માણહ તમારી મિટિંગ માં
અહીં ભેગા થયા હતા...
અમોને કોઈ વાંધો નહતો સાયેબ
તમે આવ્યા અને ગયા હતા
સાયેબ પણ તમે અહીં નૉ આવતા
કોરોનાની લોકડાઉન પછી
માંડ રોટલા ભેગા થયા સીએ....
ડોઢ વરહથી તમને હું ખબર?
અમે કઈ રીતે જીવીએ સીએ...
કોઈ મોટા પોગ્રામ કરવા
અમે તમને નહીં કે'તા
સાયેબ તમે અહીં નૉ આવતા
રોજના પૈશા અમો વ્યાજે લાવીએ
સાયેબ... ત્યારે ધંદો કરી સકીએ
તમારે આવવાથી અમોને હું ફાયદો?
વ્યાજ ચઢવાનું બંધ થશે?
કે નહીં આલવાના હવેથી
ઉભા રહેવાનાં રોજ ના હપ્તા .. ??
સાયેબ તમે અહીં નૉ આવતા
No comments:
Post a Comment