જયારે જોવાનું હતું ..

 જયારે જોવાનું હતું...

ત્યારે મેં આંખ મીંચી 

ઝળહળતી રોશનીને 
બેઠો સપના વેંચી ...

       જયારે સાંભળવાનું હતું
      ત્યારે ભર્યું  કાનમાં રુ...
      ચીસા ચીસ ને બુમાબુમ 
      મને લાગ્યું કાવતરું

જયારે બોલવાનું હતું 
ત્યારે મોઢામાં ભર્યા મગ
મારુ શુ? મને શું? 
તેનાથી શું બદલાશે જગ?

     જયારે ભેગા ચાલવાનું હતું 
     ત્યારે ખુલ્લા જ હતા પગ 
     પણ આંખ, કાન ને મોઢા વગર
     ગુલામ શરીર ..ગુલામ મગજ...

પંક્તિ 

No comments:

Post a Comment

दिल